Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડિંડોલી ખરવાસા ખાતે એક સાથે ત્રણ મકાનમાં ચોરી, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

  • December 29, 2021 

સુરતના ડિંડોલી ખરવાસા રોડની એક સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ નિંદ્રાધીન પરિવારને નિશાન બનાવી 3 ઘરના દરવાજાનો અને ગ્રીલનો નકુચો તોડી 2 ઘરમાંથી રોકડા રૂપિયા 1.75 લાખ અને રૂપિયા 2.19 લાખના સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂપિયા 3.94 લાખની ચોરી કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી ડિંડોલી ખરવાસા રોડની ઓમનગર પાટીદાર વિભાગ 02 સોસાયટી ગલી નંબર-12 ઘર નંબર-696માં પત્ની અને બે બાળકો સાથે રહેતા તેમજ વરાછા હીરાબાગ ખાતે ડાયમંડમાં નોકરી કરતા 43 વર્ષીય કનુભાઇ મણીલાલ પટેલ ગતરાત્રે જમી પરવારીને પરિવાર સાથે પહેલા માળે સુઈ ગયા હતા. જોકે મળસ્કે 4 વાગ્યે ટિફિન બનાવવા માટે તેમના પત્ની હેતલબેન નીચે આવ્યા તો દરવાજા અને ગ્રીલનો નકુચો ભાગ તૂટેલો હતો ત્યારબાદ તેમણે બૂમ પાડતા કનુભાઇએ નીચે દોડી જઈ તપાસ કરી તો ઘરની અંદર વચ્ચેના રૂમમાં મુકેલા લોખંડના કબાટને ખોલી તિજોરી ખોલી રોકડ અને સોનાચાંદીના દાગીનાની ચોરી થઈ હતી.જોકે કનુભાઇએ આજુબાજુના રહીશોને જાણ કરતા નજીકમાં જ ઘર નંબર-692માં રહેતા મહેશભાઈ કરશનભાઇ પટેલ અને ઘર નંબર-691માં રહેતા કેવલભાઈ જીણાભાઇ પટેલના ઘરમાં પણ દરવાજા અને ગ્રીલનો નકુચો ભાગ તૂટેલો હતો. જોકે, તે પૈકી મહેશભાઈના ઘરમાંથી તસ્કરોએ રોકડા રૂપિયા 25 હજાર અને ધનતેરસના ડબ્બામાં મુકેલા ચાંદીના સિક્કાની ચોરી કરી હતી. જયારે કેવલભાઈને ત્યાં ઓટોલોક હોય તેઓ તાળું કાપી નહીં શકતા તેમને ત્યાં સફળતા મળી નહોતી. આમ, તસ્કરો બંને ઘરમાંથી રોકડા રૂપિયા 1.75 લાખ અને રૂપિયા 2.19 લાખના સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂપિયા 3.94 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે કનુભાઇએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application