સુરતનાં પલસાણા તાલુકાનાં જોળવા ગામનો પરિવારજનો સાથે રહેતી એક સગીરાને એક યુવક દોઢેક વર્ષ અગાઉ લગ્નની લાલચે અપહરણ કરી ગયો હતો. જે અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી. બનાવ અંગે એસઓજી પોલીસે તપાસ હાથ ધરતા સગીરાને તેમજ અપહરણ કરનાર યુવકને જોળવા ગામેથી ઝડપી પાડી તેમને પલસાણા પોલીસને સોંપવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં જોળવા ગામે પરિવારજનો સાથે રહેતી કિશોરીને ગત તા.03/07/2020નાં રોજ જોળવા જીઆઈડીસીમાં રહેતો અને મૂળ બિહારનો યુવક નગેન્દ્ર હંસલાલ બૈઠા (ઉ.વ.20) નાઓ લગ્નની લાલચે અપહરણ કરી ગયો હતો.જોકે બનાવ અંગે સગીરાની માતાએ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી. ત્યારબાદ આ ગુના અંગે સુરત જિલ્લા એસઓજી પોલીસે તપાસ હાથ ધરતા તેમણે બાતમી આધારે સગીરા અને અપહરણ કરનાર નગેન્દ્રને જોળવા ખાતે યમુના રેસિડન્સીમાંથી ઝડપી પાડ્યા હતા અને ગુનાની કબૂલાત કરતાં તેનો કબ્જો પલસાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application