સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલી ખાતે બસ સ્ટેન્ડ નજીકથી ચોરીની બાઈક સાથે એક યુવક ઝડપાયો હતો. આ બાઇક સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી ચોરી કરી હતી. કડોદરા પોલીસે 50 હજારની કિંમતની બાઇક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પદમાવતી સોસાયટીમાં રહેતા આમીરભાઈ શરીફભાઈ ખાનની મોટરસાઇકલ નંબર જીજે/05/એલએસ/2087ની કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા. જે અંગે તેમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ચોરીની બાઇક અંગે કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળતા તેમણે પલસાણા તાલુકાનાં વરેલી ખાતે બસ સ્ટેન્ડ નજીકથી આ ચોરીની બાઇક સાથે એક કિશોરને ઝડપી પાડ્યો હતો અને 50 હજારની કિંમતની બાઇક કબ્જે કરી હતી. ત્યારબાદ કિશોરની પૂછપરછ કરતાં તેને જણાવ્યુ હતું કે, તે હરવા ફરવા તેમજ મોજશોખ માટે ચાવીઓ વડે મોટરસાઇકલની ચોરી કરતો હતો. બનાવ અંગે કડોદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application