સુરતના નાના વરાછા શ્યામધામ ચોક વિસ્તારમા રહેતા રત્નકલાકારના પુત્રને ભેજાબાજાએ પાર્ટ ટાઈમ ઘરે બેઠા-બેઠા પૈસા કમાવાની લોભામણી ઓનલાઈન બિઝનેશની સ્ક્રીમ આપી કુલ રૂપિયા 3.10 લાખ પડાવી લીધા હતા.
સરથાણા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, નાના વરાછા શ્યામધામ ચોક તુલસીશ્યામ સોસાયટીમાં રહેતા નિકુંજ અશોકભાઈ બોધરા (ઉ.વ.25) વિદેશમાં જવા માટે અંગ્રેજીના કલાસ કરે છે. ગત તા.28 જુનના રોજ નિકુંજના મોબાઈલના વોટ્સઅપ ઉપર પાર્ટ ટાઈમ ઓનલાઈન બિઝનેશની ઓફર આવી હતી. જેમાં ઓનલાઈન જેટલી પણ રકમની ખરીદી કરો તેના પાચ ટકા આપવાની વાત હતી. લોભામણી સ્કીમ જાઈને નિંકુજે તેમના કહેવા પ્રમાણે શરુઆતમાં ઓનલાઈન બે-ત્રણ વસ્તુઓ ખરીદી હતી જેના પૈસા તેના બેન્ક એકાઉન્ટમાં કપાયા બાદ ગણતરીના કલાકોમાં પાંચ ટકા વધારા સાથી પરત ખાતામાં જમા કરાવી વિશ્વાસમાં લીધો હતો.
ત્યારબાદ લાલચમાં આવી નિકુંજ એક-એક લાખની મોંઘી વસ્તુઓ મળી કુલ રૂપિયા 3,10,570ની મતાની ખરીદી કરી હતી. જોકે આ વખતે ખરીદી કર્યાના કલાકો બાદ પણ ખાતામાંથી પૈસા કપાઈ ગયા બાદ પાંચ ટકા સાથે પરત જમા ન થતા નિકુંજે ફોન કરતા ભેજાબાજાએ સીસ્ટમમાં એરર આવી છે. બીજા દિવસે સવારે ફોન કરવાનુ કહ્યું હતુ. જેથી નિકુંજે સવારે ફોન કરતા ભેજાબાજાએ પ્રોસેસ ચાલુ છે તેના માટે બીજા રૂપિયા 85 હજાર જમા કરાવવા પડશે હોવાનુ કહેતા નિકુંજને ખ્યાલ આવી ગયો તેની સાથે ઠગાઈ કરવામાં આવી છે. પોલીસે નિકુંજની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500