સુરતનાં પુણા વિસ્તારમાં રહેતા યુવકે SBI બેંકનો ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાનાં બહાને ઓટીપી મેળવી લઇ ઠગે રૂપિયા 2.20 લાખ ઉપાડી લઇ છેતરપીંડીની ફરિયાદ પુણા પોલીસમાં નોંધાય છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પુણા ગામની મારૂતિધામ સોસાયટીમાં રહેતા અને ફ્લોરીંગ કામ કરતા પ્રીતેશ નવીન મકવાણા (ઉ.વ.31, મૂળ રહે.જામ વંથલી,જિ.જામનગર) પર ગત તા.1 ડિસેમ્બર 2021ના રોજ SBI બેંકમાંથી કોલ આવ્યો હતો. કોલ કરનાર સાથે ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાની વાત કરી મેસેજ કરવા અને ત્યારબાદ જે ઓટીપી આવે તે મને આપશો એમ કહ્યું હતું.
જેથી પ્રીતેશે એક પછી એક આવેલા 8 ઓટીપી કોલ SBI બેંકના નામે કોલ કરનારને આપ્યા હતા. ત્યારબાદ એક અંગ્રેજીમાં મેસેજ આવ્યો હતો પરંતુ પ્રીતેશને અંગ્રેજી આવડતું નહીં હોવાથી મેસેજ તેના માસીના દીકરા સાહીલ રાઠોડને મોકલાવતા જાણવા મળ્યું હતું કે, ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 2.20 લાખ ટુકડે-ટુકડે હાઉસીંગ.કોમ નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેથી પ્રીતેશે આ અંગે પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે પુણા પોલીસે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500