Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નોકરીની લાલચમાં યુવકે રૂપિયા 1.08 ગુમાવ્યા

  • May 27, 2022 

કતારગામ વિસ્તારમાં રહેતા મોબાઇલ કંપનીના સેલ્સ ઓફિસરે (ઉ.વ.25) પર ગત તા.18 એપ્રિલે ધારા નામની યુવતીનો કોલ આવ્યો હતો. જેમાં ધારાએ તમારે નોકરીની જરૂરિયાત હોય તો મને મારો મોબાઇલ નંબર સેવ કરી મને મેસેજ મોકલો એમ કહ્યું હતું. જેથી નરેશે હા નો મેસેજ કરતો રિપ્લાય આવ્યો હતો. જેમાં હેલો સર, અમારી કંપની પ્લેબોય સર્વિસ પ્રોવાઇડ કરે છે અને એન્જોયમેન્ટની સાથે ઇન્કમ અને પાર્ટ ટાઇમ જોબ ઓફર કરે છે.




જેમાં હાઇ પ્રોફાઇલ મહિલાઓ સાથે ટાઇમ સ્પેન્ટ જેમ કે પાર્ટી, ઇવેન્ટ, ટુર અને સેક્સમાં પણ તમે ઇનવોલ્વ થઇ શકશો. જેમાં આપ પર ડે ના 15 હજાર અને સાથે નાઇટ સ્પેન્ટ કરતો તો મીનીમમ 25 હજાર મળશે. જો તમે ઇન્ટેરસ્ટેડ હોવ તો અમારી કંપનીના મેમ્બર બનવા 399 રૂપિયા ગુગલ પે, ફોન પે અને યુપીઆઇથી ભરવા પડશે.




ઉપરાંત ઓનલાઇન ફોર્મ ફિલપ કરવાનું અને પોતાની ઓળખ છુપાવવા માંગતા હોવ તો તે પણ રાખી શકશો અને ડિટેઇલ ભર્યા બાદ તમારા પ્રથમ ક્લાઇન્ટની માહિતી મોકલી આપવામાં આવશે. જેથી ધારાએ મોકલાવેલો ક્યુઆર કોડ સ્કેન કરી નરેશે 399 રૂપિયા પેઇડ કર્યા હતા. ત્યારબાદ માનસી અને પ્રિયંકા નામની યુવતીના કોલ અને મેસેજ પર વાતચીત કરી પ્લેબોય કંપનીનો એગ્રીમેન્ટ અને આઇકાર્ડ બનાવવા, હોટલ બુક કરવા પહેલા યુવકે પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમામ રકમ મળી જશે એમ કહી ટુક્ડે-ટુક્ડે રૂપિયા 1.08 લાખ પડાવી લીધા હતા અને ત્યાર બાદ ત્રણેયે પોતાના ફોન બંધ કરી દીધા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application