સુરતના ડિંડોલી અંબિકા નગરમા રહેતા સુરેશ મુલચદ યાદવ (ઉ.વ.40) રીંગરોડ કાપડ માર્કેટમા નાસ્તાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મુળ યુપીનો સુરેશ યાદવ રાત્રિના 10 વાગ્યા બાદ પરિવારજનો ચંદી પડવાની ઉજવણી કરી છુટા પડ્યા હતા. સુરેશ યાદવ ભત્રીજા સાથે રૂમમા સુવા માટે ગયો હતો. પરંતુ સવારે સુરેશ યાદવ સાડી પર લટકતી હાલતમા જાઇ ભત્રીજા હેબતાઇ ગયો હતો. તેને બુમાબુમ કરતા પરિવારના સભ્યો દોડી આવી તાત્કાલ 108 બોલાવી હતી. પરંતુ તેને મૃત જાહેર કરાતા પરિવાર પર આભ ફાટી ગયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેશના ત્રણ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. પત્ની, બે ભાઈ અને માતા-પિતા અને ભત્રીજા સાથે એક નાનકડા મકાનમાં રહેતા હતા. બનાવ અંગે ડીંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application