સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામે રહેતો અને મુળ બિહારનો એક સગીર રોજગારી અર્થે આવ્યા બાદ બાજુની બીલ્ડીંગમાં રહેતી તેની ફોઇની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી બળાત્કાર ગુજારી તેને માતા બનાવી દીધી હતી. જેને લઇ આ અંગે સગીરાના પિતાએ કડોદરા પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બિહાર રાજ્યના ગયા જીલ્લા સ્થીત રહેતા મયુરકુમાર (નામ બદલેલ છે) જેઓ એક વર્ષ અગાઉ રોજગારી અર્થે પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલ હતો અને ત્યાંજ રહેતો હતો. ત્યારે તેની બાજુની બીલ્ડીંગમાં તેની ફોઇ પણ તેના પરીવાર સાથે રહેતી હોવાથી તે અવાર-નવાર મયુરકુમાર તેની ફોઇના ઘરે જતો હતો. તે દરમિયાન તેની ફોઇની સગીર વયની દીકરી પ્રિયંકા (નામ બદલેલ છે) સાથે પણ સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ મયુર અવાર-નવાર તેની ફોઇની ઘરે જતો હતો અને તેની ફોઇ તેમજ તેના ફુવા દીવસ દરમિયાન કામ પર જતા હતા. ત્યારે મયુર તેની ફોઇની દીકરીને લલચાવી ફોસલાવી તેની સાથે બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. તેમજ સગીરાએ બાળકને જન્મ પણ આપ્યો હતો જેને લઇ સગીરાના પિતાએ મયુરકુમારની સામે કડોદરા પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી. ત્યારે આરોપી મયુરકુમાર સગીર વયનો હોવાની પોલીસને શંકા જતા તેની ઉંમ૨ ચેક કરવા માટે પોલીસે મેડીકલ કરાવી આગળની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application