Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપરવા પૈસા નહી આપતા ટેમ્પો ચાલક ઉપર વાસના બામ્બુથી હુમલો

  • September 22, 2021 

સુરતના માન દરવાજા ટેનામેન્ટ પાસે ગતરોજ રાત્રે સાડા નવેક વાગ્યે વાપરવા માટે પૈસા આપવાની ના પાડનાર ટેમ્પો ચાલકને યુવકે વાસના બામ્બુથી કપાળ, પીઠના ભાગે ઢોર મારમાર્યો હતો.

 

 

 

 

 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માન દરવાજા પદમાનગરમાં રહેતા અને ટેમ્પો ચલાવતા અજરૂદ્નિ અમાનુદી્ન શેખ (ઉ.વ.૩૫) પાસે ગતરોજ રાત્રે સાડા નવેક વાગ્યે  માન દરવાજા ભાટીયા મોબાઈલની દુકાન પાછળ રહેતા નિજમુદ્દીન સિરાજુદીન શેખે વાપરવા માટે પૈસા માંગ્યા હતા. જોકે અજરૂદ્દીને પૈસા આપવાની ના પાડતા તે ઉસ્કેરાયો હતો અને ગાળાગાળી કરી તેના ઘર પાસે પડેલ વાસનો બામ્બુ લાવી કપાળ, પીઠના ભાગે ઢોર મારમાર્યો હતો. બનાવ અંગે સલાબતપુરા પોલીસે અજરૂ્દિનની ફરિયાદ લઈ નિજામુદ્દીન સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application