Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેંકના મેનેજર પાસેથી મદદના બહાને યુવકે રૂપિયા 2.76 લાખ લઇ થયો ફરાર

  • October 04, 2021 

રતના અઠવાલાઇન્સ વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા બેંકના આસીસ્ટન્ટ મેનેજરના પડોશી પેઇંગ ગેસ્ટે બેંકમાં બેલેન્સ બતાવવાના બહાને રોકડ ટ્રાન્સફર કરાવી રૂપિયા 2.76 લાખની લઇ રફુચક્કર થઇ જતા મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો હતો.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઘોડદોડ રોડની બેંક ઓફ ઇન્ડિયા શાખાના આસીસ્ટન્ટ મેનેજર હિરેન અશોક ચૌહાણ (ઉ.વ.28) અઠવાલાઇન્સ સ્થિત સરેલાવાડીના પ્રિયાંશ ટાવરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે. ઓગસ્ટ મહિનામાં બાજુની રૂમમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા ફેરીન હર્ષદ પટેલ (ઉ.વ. 31) એ બીએમડબલ્યુ બાઇક લેવા માટે બેંક ખાતામાં બેલેન્સ જરૂરી હોવાથી હિરેન પાસે રૂપિયા 2.50 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. કેશ ટ્રાન્સફર થાય તેના બે-ત્રણ દિવસમાં રોકડા આપી દેશે એમ કહી ફેરીન વતન મહારાષ્ટ્ર અને હિરેને અમદાવાદ ગયો હતો. હિરેને અમદાવાદ જઇ પિતાને રૂપિયાની જરૂર હોવાથી ફેરીન પાસે ઉઘરાણી કરી હતી. ફેરીને હું તારી ઓફિસે આવી રોકડા આપી જઇશ એમ કહી ગાયબ થઈ ગયો હતો. જયારે બીજી તરફ જુલાઇ મહિનામાં ફેરીને ઓનલાઇન બ્લુટુથ ખરીદયું હતું તેના રૂપિયા 26,900/-નું પેમેન્ટ પણ હિરેન પાસે કરાવ્યું હતું. જે રકમ પણ આજ દિન સુધી બાકી હતી. જેને પગલે રૂપિયા 2.76 લાખની ઠગાઇની ફરિયાદ હિરેનએ ફેરીન વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application