Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરનાર યુવકને ચલથાણથી ઝડપી પાડ્યો

  • July 04, 2021 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે રહેતી 16 વર્ષીય સગીરાને બે વર્ષ અગાઉ એક યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ યુવકને કડોદરા પોલીસે બાતમી આધારે ચલથાણ બસસ્ટેન્ડ નજીકથી ઝડપી પાડ્યો હતો. 
 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત તા.09/04/2019ના રોજ પલસાણા તાલુકાનાં ચલથાણ ખાતે રહેતી 16 વર્ષીય સગીરાને વિશાલ ભાસ્કરભાઈ પવાર નામનો યુવક લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન કડોદરા પોલીસ સ્ટેશનના વુમન એ.એસ.આઈને બાતમી મળતા કડોદરા પોલીસની ટીમે ચલથાણ બસ સ્ટેન્ડ નજીકથી સગીરાને ભગાડી જનાર વિશાલ ભાસ્કર પવાર (હાલ રહે.ચલથાણ,મહાવીર ગલી, તા.પલસાણા, મૂળ રહે,નળકુંડ ગામ,જી.બુલઢાણા,મહારાષ્ટ્ર) નાને કોર્ડન કરી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application