સુરતના કતારગામ લલીતા ચોકડી પાસેથી પોલીસે આઇપીએલની મેચ પર ઓનલાઇન સટ્ટો રમી રહેલા યુવકને ઝડપી પાડી રૂપિયા 54 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જયારે 7 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કતારગામ લલીતા ચોક્ડી નજકી જમનાબા કોમ્પ્લેક્ષના પાર્કીંગ માંથી પોલીસે બાઇક નંબર જીજે/14/એએસ/5969 પર બેસેલા ભરત વશરામ સાસલા (ઉ.વ.35, રહે.244,નંદનવન સોસાયટી,બાપા સીતારામ ચોક,કતારગામ) નાને ઝડપી પાડયો હતો જયારે ભરત આઇપીએલની દિલ્હી કેપીટલ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ પર ઓનલાઇન સટ્ટો રમી રહ્યો હતો. ત્યારબાદ પોલીસે ભરતનો મોબાઇલ ચેક કરતા તેમાં તેના નામનું આઇડી ઓપન હતું અને મેચના સેશન મુજબનો ભાવ દર્શાવ્યો હતો. જયારે બીજા મોબાઇલમાં બોલ-ટુ-બોલ પર હારજીતના ભાવ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. આમ, પોલીસે બે મોબાઇલ, બાઇક અને રોકડ મળી રૂપિયા 54 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આઇડી આપનાર સહિત 8 ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500