સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે શિવદર્શન એપાર્ટમેંટમાં રહેતો 24 વર્ષીય યુવક બી.સી.એ તેમજ IT એન્જીનિયરીંગ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમછતાં તેને નોકરી નહીં મળતા તેને રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે શિવદર્શન એપાર્ટમેંટમાં રહેતો કિશોર મોહનભાઇ મારવણીયા કે જેઓ મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 24 વર્ષીય પુત્ર જય કે, જેણે BCA તથા IT એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો હોય અને નોકરી માટે ઈન્ટરવ્યુ આપતો હોય પરંતુ તેને કોઈ જગ્યાએ નોકરી મળતી ન હતી જેથી તે ટેન્શનમાં રહેતો હતો જેથી સુરત ખાતે ઇન્ટરવ્યુ આપતા ઈન્ટરવ્યુમાં સીલેક્ટ ન થતા તે બાબતનુ તેને મનમાં લાગી આવતા તેને પોતાના રૂમમા પંખા સાથે કાપડની રસ્સી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application