સુરતનાં ન્યુ સીટીલાઈટ વસંત વિહાર સોસાયટીમાં રહેતા લુમ્સ કારખાનેદાર તેની પત્ની સાથે પુજાનો સામાન કરીદવા માટે બજારમાં ગયો હતો. તે દરમિયાન ત્રણ દિવસ પહેલા કામ ઉપર લાગેલી નોકરાણીએ મોકાનો ફાયદો ઉઠાવી કબાટમાંથી રોકડા 1.78 લાખ તેમજ 16 લાખના દાગીના મળી કુલ રૂપિયા 18 લાખના મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ખટોદરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, ન્યુ સીટીલાઈટ વસંત વિહાર સોસાયટીમાં સંજયભાઈ જયવદન જરીવાલા ઉધના મગદલ્લા રોડ સોસીયો સર્કલ પાસે એસ.કે. ઈન્ડસ્ટ્રીઝમાં પાવર લુન્સનું ખાતુ ધરાવે છે. સંજયભાઈના મકાનમાં એક મહિના પહેલા નોકરાણી કામ છોડીને ચાલી ગઈ હતી અને તેઓ નોકરાણી શોધતા હતા તે દરમિયાન ગત તા.22મીના રોજ 35 થી 40 વર્ષની કાજલ નામની નોકરાણી તેમના ઘરે કામ પુછવા માટે તેને રાખી લીધી હતી. દરમિયાન ગત તા.26મીના રોજ સવારે પોણા અગિયાર વાગ્યે સંજયભાઈ તેની પત્ની પીનલ સાથે પુજાનો સામાન ખરીદવા માટે ગયા હતા. તે દરમિયાન કાજલ અને પીન્કીએ મોકાનો ફાયદો ઉઠાવી કબાટમાંથી રોકડા 1.78 લાખ અને રૂપિયા 16.22 લાખના દાગીના મળી કુલ રૂપિયા 18,00,300/-ના મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે પીનલ જરીવાલાની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application