સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે વરસાદના કારણે મોટરસાઇકલની પેટ્રોલની ટાંકીના પાણી ભરાઈ જ્યાં પતિએ પાણીવાળું પેટ્રોલ કાઢી ઘરમાં મૂક્યું હતું બીમારીથી કંટાળેલી મહિલાએ રાત્રી દરમિયાન શરીરે પેટ્રોલ છાંટી દાજી આગ ચાંપતા ગંભીર રીતે દાઝી ગઈ જતા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી ઘટના અંગે પોલીસે નોંધ લઈ કાર્યવાહી હાથધરી હતી
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા નગરમાં આવેલ બાલાજી નગરના મકાન નંબર-314માં રહેતા, રિકીબેન રાજનભાઈ સિંગ (ઉ.વ.38) નાઓ ઘરમાં પોતાના પતિ અને મામા સાથે રહેતી હતી. રાજનભાઈની મોટરસાઇકલની પેટ્રોલની ટાંકીના પાણી ઘુસી જતા તેઓને ટાંકીનું પેટ્રોલ બોટલના ભરી પોતામાં ઘરમાં મૂક્યું હતું અને રાત્રી દરમિયાન રાબેતા મુજબ પોતાની નોકરીએ મિલમાં ગયો હતો ઘરમાં એના મામા અને તેની પત્ની રિકીબેન હતા રિકીબેનને લગ્ન બાદ પ્રેસરની બીમારી હોવાના કારણે હમેશા નારાજ રહેતી હતી તેથી રાત્રી દરમિયાન રિકીબેને બીમારીથી કંટાળી ઘરમાં પતિએ મૂકેલું પેટ્રોલનો બોટલ લઈ શરીરે છાંટી આગ ચાંપી હતી શરીરે ગંભીર રીતે દાજતા તેના મામા રાકેશભાઈ રિકીબેનને 108ની મદદથી સુરત સિવિલ ખાતે સારવાર હેઠળ ખસેડયા જતાં ડૉકટર 35% જેટલો શરીરનો ભાગ દાઝી ગયેલો હોવાનું જણાવ્યું હતું. ઘટના અંગે કડોદરા પોલીસ નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application