સુરતના પલસાણા તાલુકાનાં જતપોર ગામે આવેલ ખેતરમાંથી પસાર થતી હાઇટેન્શન લાઈનનો વાયર તૂટી ખેતરમાં પડતા શેરડીનો ઉભો પાક બળી જતાં ખેડૂતને નુકશાન થયું હતું. ઘટના અંગે ખેડૂતે પુરાવા સાથે વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓને અરજી કરી જાણ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાના જતપોર ગામે આવેલ બ્લોક-સર્વે નંબર 12 અને 19 વાળી ખેતીની જમીનમાં શેરડીનો પાક લગભગ તૈયાર જ થવા આવ્યો હતો કે, ખેતરમાંથી પસાર થતી વીજ કંપનીની હાઇટેન્શન લાઈનનો વાયર ગત તા.25 ઓગસ્ટના રોજ તૂટી પડતા શેરડી બળીને ખાખ થઈ ગઈ હતી. જે અંગેની માહિતી ખેડૂત અરવિંદભાઈ જેલાભાઈ પટેલએ જેટકો કંપનીના ઉચ્ચ અધિકારીઓને લેખિત પુરાવા સાથે ફરિયાદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application