Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે પરિવાર વચ્ચે ઝઘડો થતાં બંને પરિવારે સામસામે પોલીસમાં ફરિયાદ કરી

  • May 26, 2022 

પલસાણાનાં જોળવા ખાતે રહેતા મહારાષ્ટ્રયન પરિવારની નણંદ-ભાભી નણંદની દીકરી વચ્ચે ઝઘડો થયો હતો જેમાં  6 લોકો વચ્ચે મારમારી થતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો અને અંતે બંને પરિવાર એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રનાં અને હાલ પલસાણા તાલુકાનાં જોળવા ગામે આરાધના રેસિડેન્સીના મકાન નંબર-246માં રહેતા માધુરીબેન જિતેન્દ્રભાઈ પાટીલ (ઉ.વ.25) નાઓ ઘરકામ કરી પોતાના પતિ અને 4 માસની દીકરી સાથે રહે છે.



જોકે મંગળવારનાં રોજ સાંજના સમયે માધુરીબેન સોસાયટીમાં જ રહેતી તેનની મમ્મી અલકાબેનને ત્યાં ગઈ હતી. જ્યાં તેમની સામે જ મકાન નંબર-126માં માધુરીબેનની નંણદ સુરેખાબેન શરદભાઈ પાટીલ (ઉ.વ.35) રહે છે જોકે ત્યાં તેમની દીકરી બાબતે નંણદની છોકરી અંગે કહેવા જતા નંણદ સુરેખા તેમજ તેની દીકરી રોશની અને ભીમનાથ નામનો ઇસમે માધુરીબેનને ઠીકામુકકીનો મારમાર્યો હતો. જયારે માધુરીબેનએ પણ સુરેખાબેન તેમજ રોશનીને મારમાર્યો હતો.




તે દરમિયાન માધુરીબેનએ પતિ જિતેન્દ્રને ફોન કરતા તે દોડી આવી તમામને છોડાવ્યા હતાં. જોકે ઘટના અંગે ગંગાધરા પોલીસ ચોકીમાં ફરિયાદ કરતી વખતે માધુરીબેને જાતે ડોલમાં રહેલું કોઈ જ્વલનશીલ પ્રદાર્થ પોતાના શરીરે છાંટી લીધું હતુ. ત્યાં હાજર પોલીસ કર્મીઓ તેમજ મહિલા પોલીસે વચ્ચે પડી માધુરી બેનને બચાવ્યા હતા પલસાણા પોલીસ મથકમાં માધુરીબેને નંણદ સુરેખા તેંમજ તેમની દીકરી રોશની પાટીલ તેમજ ભીમનાથ રોહિદાસ પાટીલ વિરુદ્ધ ફરિયાદ આપી હતી.





તો નંણદ સુરેખા પાટીલે પણ પલસાણા પોલીસ મથકમાં ભાભી માધુરી જીતેન્દ્ર પાટીલ વિરુદ્ધ તમેજ તેમના પતિ જીતેન્દ્ર અને સાસુ અલકા વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી અને દીકરીને બદનામ કરવા બાબતે ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે પલસાણા પોલીસ બંને પક્ષની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application