બારડોલીની મીંઢોળા નદીમાં નાહવા ગયેલ 12 વર્ષીય કિશોરનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું. મળતી માહિતી મુજબ, બારડોલીના તલાવડી વિસ્તારમાં રહેતા આસીફભાઈ ઉમરભાઈ શેખ (ઉ.વ.30) નાઓનો 12 વર્ષીય પુત્ર અયાન શેખ મીંઢોળા નદીમાં નાહવા માટે ગયો હતો. તે સમયે તે નદીના ઊંડા પાણીમાં જતાં તેનું ડૂબી જવાથી મોત નીપજયું હતું. બનાવ અંગે તેની માતા સગુપ્તાબેને બારડોલી પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application