સુરતનાં અલથાણ વોટર હીલ્સ રેસીડન્સીમાં રહેતા સરસ્વતીબેન દીનદયાળ ચંદા (ઉ.વ. 64) પાંચેક દિવસ અગાઉ સવારે 7.30 વાગ્યાના અરસામાં મોર્નીંગ વોકમાં નીકળ્યા હતા. ઘરેથી નીકળી અલથાણ ચાર રસ્તાથી શ્યામ મંદિર તરફ સર્વિસ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે બાઇક પર બે સ્નેચરો આવ્યા હતા. જે પૈકી પાછળ બેઠેલા સ્નેચરે સરસ્વતીબેનના ગળામાંથી 15 ગ્રામ વજનની સોનાની ચેઇન કિંમત રૂપિયા 40 હજારની આંચકી બાઇક પુરઝડપે હંકારી અલથાણ ચાર રસ્તા તરફ ભાગી ગયા હતા.
આ ઘટના અંગે સરસ્વતીબેને ઘરે જઇ પતિ અને પુત્ર રોહનને જાણ કરી હતી. પરંતુ તેમની પાસે ચેઇન ખરીદીનું બિલ નહીં હોવાથી જે તે વખતે ફરીયાદ કરી ન હતી. પરંતુ ગત રોજ બિલ મળતા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application