Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એટીએમને તસ્કરોએ ગેસ કટરથી કાપ્યા બાદ લાખો રૂપિયાની ચોરી કરી ફરાર

  • October 30, 2021 

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગણેશનગરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે જ્યાં રાત્રે અજાણ્યા તસ્કરોએ એસબીઆઈ બેન્કના એટીએમ મશીનને ટાર્ગેટ કર્યું હતુ. જોકે, તસ્કરોએ એટીએમ મશીન ગેસ કટરથી કાપ્યા બાદ મશીનમાં રહેલ રોકડા રૂપિયા ચોરી કરી નાસી છૂટયા હતા. જોકે ઘટનાની જાણ થતા જ પાંડેસરા પીઆઇ સહિત અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરંતુ એટીએમ મશીનમાં હાલ કેટલી રકમ હતી તે જાણી શકાયું નથી. સૂત્રો પાસેથી એવી માહિતી મળી કે બેંકના એટીએમમાં દિવાળીના તહેવાર હોવાથી લાખો રૂપિયા સ્ટોરેજ કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application