Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફ્લેટના બીજા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં ભાગદોડ મચી

  • November 01, 2021 

સુરતના પીપલોદ વિસ્તારમાં અઆવેલ એક એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા ફ્લેટમાં આજે સવારે શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે પરિવાર અને આજુબાજુના લોકોમાં ભારે ભાગદોડ થઈ જવા પામી હતી. ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પીપલોદ ખાતે કટારીયા શોરૂમની પાછળ સાયોના એપાર્ટમેન્ટનાં બીજા માળે આવેલ ફ્લેટમા આજરોજ સવારે એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જોકે, આગના તણખા ઉડતા ગાદલા આગની લપેટમાં આવ્યા હતા જેને લીધે ઘરમાં રહેતા લોકો ગભરાઈ જઈને તરત બહાર દોડી આવ્યા હતા અને આજુબાજુના લોકોમાં પણ ભાગ દોડ મચી ગઈ હતી. જોકે પડોશીઓએ પાણીનો મારો કરી આગને કંટ્રોલમાં લેવાની કોશિશ કરતા હતા. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતા વેસુ અને મજુરા ગેટ ફાયર સ્ટેશનથી ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ વધુ ફેલાય તે પહેલા જ અને સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગના કારણે ગાદલા તથા એસી સહિતની ચીજ વસ્તુઓને નુકશાન થયું હતું, આ આગમાં કોઈપણ પ્રકારની જાનહાની થઇ ન હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application