Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્કૂલમાં વિરોધ પ્રદર્શન અંગે બે ભૂતપૂર્વ કોર્પોરેટરો સહિત સાત લોકો વિરૂદ્ધ ગુનો દાખલ

  • September 21, 2021 

સુરતના યોગીચોક પ્રમુખ છાયા સોસાયટી પાસે આવેલ આશાદિપ ઈન્ટરનેશનલ સ્કુલને બદનામ કરવા માટેના યોગીયોક વિસ્તારમાં આવેલ સોસાયટીમાં ટેમ્પો મારફતે, ફેસબુક મારફતે ખોટો પ્રચાર કરવાની સાથે સંકુલની બહાર ગેરકાયેદસર મંડળી બનાવી સુત્રોચાર કરનાર ત્રણ સમાજસેવક સહિત સાત સામે સ્કુલના ટ્રસ્ટીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મોટા વરાછા શિવપાર્ક બંગ્લોઝ ખાતે રહેતા મહેશભાઈ જીવનભાઈ રામાણી (ઉ.વ.૩૯) યોગીચોક પ્રમુખ છાયા સોસાયટીની સામે આવેલ આશાદીપ વિદ્યાલયના સંચાલક છે. મહેશભાઈએ ગતરોજ સમાજ સેવક નિલેશ મનસુખ કુંભાણી (રહે.સ્વાસ્તિક ટાવર જકાતનાકા), તુષાર જગદીશ આલગીયા (રહે.તિરુપતિ સોસાયટી યોગીચોક), સુરેશ નાગજી પડસાળા (રહે.તિરુપતિ સોસાયટી યોગીચોક), સંજય દાવરા, જય લાલ નડીયાદરા, ધ્રુવિન લાલજી સાવલીયા, મમતાબેન તિહેશ સવાણી (રહે,શુભમ એપાર્ટમેન્ટ હિરાબાગ) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતું કે, આરોપીઓ ગત તા.૬ ઓગસ્ટના રોજ કાપોદ્રામાં આવેલ સકુલમાં ગેરકાયદે ફી માફી બાબતે સ્કુલ પરિસરનો ભંગ કર્યો હતો અને સ્કુલની ફી માફી કરી દેવા બાબતે જો અમારા કહેવા મુજબની કામગીરી નહી કરવામાં આવે તો પરિણામ સારા નહી અને તમારી બધી સ્કુલોને તાળા મારવાનો વારો આવશે તેવી ધમકી આપી ટસ્ટ્રીઓને સરદાર ફાર્મ પર મીટીંગ માટે બોલાવ્યા હતા ત્યાં અમારૂ સમજી જાય નહી તો પરિણામ ખરાબ આવશે તેવી વાતો કરી હતી. જોકે જેતે સમયે કોઈ પોલીસ કાર્યવાહી કરી ન હતી.

 

 

 

 

 

ત્યારબાદ અવારનવાર નિલેશ કુંભાણી સરદાર ર્ફામ ખાતે મીટીંગ કરાવા માટે ઓફર આપી હતી. પરંતુ ટ્સ્ટ્રીઓ દ્વારા કોઈ મચક નહી આપતા ગત તા.૧૩મીના રોજ સ્કુલના ખોટા ખોટા ઉશ્કેરણી થાય તેવા બેનરો સાતે સ્કુલની બદનામી થાય તેમ યોગીચોકિ વસ્તારમાં ટેમ્પા સાતે લાઉડ સ્પીકરથી સ્કુલના નામ અને બિલ્ડિંગના ફોટા, શિક્ષણ માફિયા જેવા શબ્દો સાથે સ્કુલને બદનામ કરવાના પ્રયત્ન કર્યા હતા અને આરોપીઓએ કાપોદ્રા બાદ  યોગીચોક વિસ્તારમાં અલગ-અલગ સોસાયટી, સરદાર ફાર્મ તથા ઓનલાઈન ફેસબુકના માધ્યમથી સ્કુલ અને ટ્સ્ટીઓને બદનામ કરવા કુત્યો કરી બીજા દિવસે એટલે તા.૧૪મીના રોજ આરોપીઓએ ગેરકાયદે મંડળી બનાવી સ્કુલમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળ ન થતા બહાર લોકોનુ ટોળુ ભેગું કરી સુત્રોચાર અને જોરજોરથી નારાઓ તથા સ્પીકર વગાડવા લાગ્યા હતા. બનાવ અંગે પોલીસે  મહેશભાઈની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application