Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મકાન ભાડે આપવાની ઓનલાઈન જાહેરાત મુકવાનું પ્રોફેસરને પડ્યું ભારે

  • July 28, 2021 

સુમુલ ડેરી રોડ વિસ્તારમાં રહેતા અને સુરત રેલવે સ્ટેશન પાસે આવેલ આયુર્વેદિક કોલેજના પ્રોફેસરને તેનું અમદાવાદ ખાતે આવેલ મકાન ભાડેથી આપવાનું હોવાની જાહેરાત ઓનલાઈન મુકવાનુ ભારે પડ્યું છે. જાહેરાત જાઈને ભેજાબાજે પ્રોફેસરને ફોન કરી પોતે આર્મીના સુબેદાર તરીકે હોવાની ઓળખ આપી મકાન ભાડેથી રાખવાનું હોવાનુ કહી એડવાન્સમાં એક મહિનાના ભાડાની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી આપવાનું જણાવી પેટીએનો ક્યુઆર કોર્ડ મોકલી પ્રોફેસરના ખાતામાંથી રૂપિયા 23 હજાર ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા.

 

 

 

 

 

મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ, સુમુલ ડેરી રોડ શ્રીનિવાસ કોમ્પ્લેક્ષમાં બી-બિલ્ડિંગ ફ્લેટ નં-401માં રહેતા અતનું અનિલભાઈ બેરાગી (ઉ.વ.45) સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી આયુવૈદિક કોલેજમાં આયુર્વેદિક મેડીસીનના પ્રોફેસર તરીકે છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે. પ્રોફેસર અતનુએ તેનો અમદાવાદ નારાયણપુરા સત્યમસ્કાય લાઈનમાં આવેલ ફ્લેડ ભાડેથી આપવાની જાહેરાત મેઝીકાંબ્રેકસ ડોટ કોમ નામની વેબસાઈટમાં મુકી હતી. દરમ્યાન આ જાહેરાત જાઈને ગત તા.3 જુન 2021ના રોજ સવારે એક અજાણ્યાએ ફોન કરી પોતાની ઓળખ રણદિપસિંહ તરીકે આપી હતી અને પોતે આર્મીમાં સુબેદાર હોવાનુ કહી જમ્મુથી અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે ટ્રાન્સફર થઈ છે અને તમારો ફ્લેટ કેન્ટોનમેન્ટ ખાતે છે જે મને પસંદ઼ પડ્યો છે મારે ભાડેથી રાખવાનો છે અને મને ભાડુ પણ મંજુર છે એક મહિનાનું ભાડુ એડવાસન્સમાં ચુકવી આપુ છે. તેમજ અમદાવાદ ખાતે સામાન લઈને આવુ પછી ભાડા કરાર અને ડીપોઝીટની કાર્યવાહી કરીશું હોવાનું કહ્યું હતું.

 

 

 

 

 

ત્યારબાદ અતુનને મોબાઈલના વોટ્સઅપ ઉપર તેના પેટીએમનો ક્યુઆર કોર્ડ નંબર મોકલ્યો હતો જે કોર્ડ સ્કેન કરતા બેક ઍકાઉન્ટમાં 1 રૂપિયા જમા થયો હતો. એક રૂપિયો ખાતામાં જમા કરાવી વિશ્વાસમાં લીધા બાદ રણદિપસિંહ બીજા ક્યુઆર કોડ મોકલ્યો હતો જે કોર્ડ સ્કેન કરશો તો એક મહિનાનું રૂપિયા 23 હજાર ભાડુ જમા જઈ જશે હોવાનુ કહેતા અતુન બેરાગીએ સ્કેન કરતા ખાતામાંથી રૂપિયા ૨૩ હજાર કપાઈ ગયા હતા.જે અંગે અતુને ફોન કરી જાણ કરતા ઠગબાજ રણદિપસિંહઍ બીજા ક્યુઆર કોર્ડ મોકલુ છુ તે સ્કેન કરશો તો તમારા રૂપિયા પરત જમા આવી જશે હોવાનું જણાવતા અતુલ બેરાગીને શંકા ગઈ હતી. તાત્કાલિક બેન્કમાં જઈ તપાસ કરતા ખાતામાંથી કપાયેલા રૂપિયા 23 હજાર પવનકુમાર નામના વ્યકિતના ખાતામાં જમા થયા હોવાનુ બહાર આવ્યું હતું. અતનું બેરાગીને ખ્યાલ આવી ગયો કે, તેની સાથે છેતરપિંડી થઈ છે. પોલીસે અતુન બેરાગીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application