સુરત જિલ્લાના માંડવી તાલુકાના આંબા ગામે દીપડો દેખાતા વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં બપોરના સમયે 5 વર્ષીય દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં આંબા ગામની હદમાંથી અવાર-નવાર દીપડો નજરે પડી રહયો હતો અને આ દીપડો પાલતુ પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોએ માંડવી વનવિભાગના રાઉન્ડ ફોરેસ્ટરને જાણ કરતાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. પાંજરું ગોઠવ્યાના એક સપ્તાહ બાદ મારણ ખાવાની લાલચે બપોરના 1:30 વાગ્યાની આસપાસ 5 વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો. ઘટનાની જાણ વનવિભાગને થતાં તેમણે દીપડાનો કબ્જો મેળવી તેનું તબીબી પરીક્ષણ કરી દૂર જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application