Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોબાઈલના વેપારીને ફેસબુક ઉપરથી મોબાઈલના સ્પેર પાર્ટ ખરીદવાનું ભારે પડ્યું

  • June 15, 2021 

સુરતનાં સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા મોબાઈલના વેપારીને ફેસબુક ઉપર મોબાઈલના સ્પેર પાર્ટની જાહેરાત જોઈને ખરીદવાનું ભારે પડ્યું છે. ફેસબુક ઉપર જાહેરાત મુકનાર ઠગબાજે પહેલા વેપારી પાસેથી માલ સામાનના કુલ રૂપિયા ૩૭ હજાર ટ્રાન્સફરથી મેળવી લીધા બાદ માલ સમાન નહી મોકલી મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો.

 

 

 

 

સરથાણા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વરાછા યોગીચોક શીવ સંગીની રેસીડેન્સીમાં રહેતા મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની ગૌરવ હરીકુષ્ણ મહેતા (ઉ.વ.૩૮) યોગીચોકમાં મોબાઈલની દુકાન ધરાવે છે.ગૌરવભાઈઍ ચાર મહિના પહેલા ફેસબુક ઉપર મોબાઈલના સ્પેર પાર્ટના ફોટા કિંમત સાથેની જાહેરાત જોઈ હતી. ગૌરવભાઈઍ મોબાઈલ ઍસેસરીઝ તથા રીપેરીંગનું કામ કરતા હોવાથી જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર ઉપર સંર્પક કર્યો હતો. અજાણ્યાઍ પોતે વોટ્સઅપમાં મોબાઈલ ડિસ્પ્લે અને મોબાઈલ બેટરી અને ઍસેસરીઝનો હોલસેલમાં વેપાર કરતો હોવાનું કહી દરેક વસ્તુઓના હોલસેલમાં ભાવ વોટ્સઅપમાં મોકલ્યા હતા.

 

 

 

 

ગૌરવભાઈને ભાવ વ્યાજબી લાગતા ડિસ્પ્લે અને બેટરીનો ઓર્ડર આપ્યો હતો.ગૌરવને વસ્તુઓ પેક કરી પાર્સલના ફોટા મોકલ્યા હતા ત્યારબાદ ગૌરવભાઈઍ પાંચ તબક્કામાં કુલ રૂપિયા ૩૭,૨૦૦ તેના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. પૈસા મેળવી લીધા બાદ ઠગબાજે ફોન ઉપાડવાનું બંધ કરી મોબાઈલ બંધ કરી દીધો હતો. ઠગબાજે પૈસા મેળવી લીધા બાદ માલ સામાન નહી મોકલી કે પૈસા પરત નહી આપી છેતરપિંડી કરતા ગૌરવભાઈઍ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application