Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી સિવિલમાં તબીબી અધિક્ષક અઠવાડીયામાં 2 સરપ્રાઇઝ રાઉન્ડ મારશે

  • August 03, 2021 

સુરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના વડા ડો.રાગીણીબેન વર્માને વહીવટી કામગીરીના બદલે દર્દીઓની સેવા કરવામાં રસ હોવાથી તબીબી અધિક્ષકનો વધારાનાં ચાર્જમાંથી મુક્ત કર્યા છે અને તેમની જગ્યાએ ફોરેન્સીક વિભાગના વડા ડો.ગણેશ ગોવેકરે બપોરે તબીબી અધિક્ષકનો ચાર્જ સંભાળ્યો છે. સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓની તકલીફો કઇ રીતે દુર કરી શકાય, સ્ટાફ ફરજ બરાબર બજાવે, સફાઇ બરાબર થઇ છે કે નહી, વગેરે બાબતની જાણકારી માટે અઠવાડીયાના બે દિવસ ડો.ગણેશ ગોવેકર સિવિલમાં ટ્રોમા સેન્ટર, ઓ.પી.ડી,વોર્ડ સહિતના વિભાગમાં સરપ્રાઇઝ રાઉન્ડ લેશે. જેમાં કોઇ કસુરવાર હશે તેની સામે કાર્યવાહી કરાશે તેવું તેમણે જણાવ્યુ હતુ. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application