સુરતના ઈચ્છાપોર બસ સ્ટેન્ડ પાસે આવેલ ગ્રાઉન્ડ પ્લસ બે માળના કલ્પતરુ જનરલ સ્ટોરમાંથી વકરાના રોકડા 80 હજાર અને 7 મોબાઈલ મળી કુલ રૂપિયા 1.63 લાખનીએ ચોરી કરી ફરાર થઈ ગયેલા કારીગરને પોલીસે ગણતરીના દિવસોમાં રાજસ્થાનથી ઝડપી પાડી ચોરીનો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઈચ્છાપોર પોલીસના જણાવ્યા મુજબ, અડાજણ પાલ ગેલેક્ષી સર્કલ પાસે મહાવીર ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા પુખરાજ ગણેશમલ જૈન (ઉ.વ.52) ઈચ્છાપોર ગામ બસ સ્ટેન્ડ સામે વિષ્ણુનગર સોસાયટીમાં ગ્રાઉન્ડ વત્તા બે માળની કલ્પતરુ જનરલ સ્ટોર નામની દુકાન ધરાવે છે. દુકાનમાં અનાજ કરીયાણાની તમામ જીવન જરૂરીયાત ચીજવસ્તુ સાથે મોબાઈલ ફોન, એસેસરીઝનુ પણ વેચાણ કરવામાં આવે છે. દરમિયાન દુકાનમાં પાંચ વર્ષથી કેસ કાઉન્ટર અને બીલીંગનું કામ કરતા શ્રવણકુમાર પ્રેમારામ તેતરવાલ નામના કારીગર ગત તા.9મી ઓગસ્ટના રોજ તેના વતન રાજસ્થાન ખાતે મામાનું અવસાન થયું હોવાનું કહી પાંચ દિવસની રજા લઈને ગયો હતો.
ત્યારબાદ 17મીના રોજ રાત્રીના સુમારે કોઈ અજાણ્યો રોકડા 80 હજાર અને 7 મોબાઈલ જેની કિંમત રૂપિયા 83,621/- મળી કુલ રૂપિયા 1,63,621/-ની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી પુખરાજ જૈનએ સીસીકેમેરા ચેક કરતા શ્રવણકુમાર અગાસી ઉપર જતો દેખાતા ચોકી ઉઠ્યા હતા. કારણ કે શ્રવણકુમાર રજા પર હતો અને તે બારોબાર પરત આવી ગ્રાહકોની ભીંડમાં દુકાનમાં ઘુસ્યા બાદ અગાસી ઉપર સંતાઈ ગયો હતો અને રાત્રે પુખરાજભાઈએ દુકાન બંધ કયા પછી રાત્રે સાડા નવેક વાગ્યે અગાસી ઉપરથી આવી બેગ લઈને ગ્રાઉન્ડ ફ્લોરમાં આવી બેસવાનના કાઉન્ટરના સીસીચીવી કેમેરાની પીન કાઢી કેમેરા બંધ કરી દીધા હતા. ગોડાઉનમાંથી લાલ ટી-શર્ટ પહેરીને આવી ચોરી કરી નાસી ગયો હોવાનુ બહાર આવ્યું હતુ. બનાવ અંગે પોલીસે પુખરાજની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ શરુ કરી હતી. તે દરમિયાન સર્વલન્સ સ્ટાફના માણસોએ મળેલી બાતમીના, આધારે શ્રવણકુમાર પ્રેમારામ બીસ્નોઈને રાજસ્થાનથી ઝડપી પાડી તેની પાસેથી ચોરીના રોકડા 80 હજાર અને 7 મોબાઈલ મળી કુલ રૂપિયા 1,56,731/-નો તમામ મુદ્દામાલ રીકવર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500