Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું

  • August 25, 2021 

સુરતા શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી બે સંતાનની માતાને યુવકે પ્રેમજાળમાં ફસાવી હું તારી સાથે જ લગ્ન કરવાનો છું અને તારા બંને સંતાનોને પણ પિતા તરીકે જવાબદારી નિભાવીશ કહી માથામાં સિંદુર અને મગંળસુત્ર પહેરાવી આપણે બંને હવે પતિ-પત્ની છીએ હોવાનું કહી અવાર-નવાર મરજી વિરુધ્ધ શારીરીક સંબંધો બાંધ્યો હતો તેમજ કોઈના કોઈ બહાને ઉછીના રૂપિયા 30 હજાર અને દુકાન માંથી કપાડની ખરીદી કર્યા બાદ તરછોડી દીધી હતી તેમજ તેના પતિને જાણ કરી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ યુવક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

બનાવ અંગે કતારગામ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, કતારગામ રણછોડ નગર વિસ્તારમાં રહેતા અને કપડાનો ધંધો કરતા 30 વર્ષીય ભારતીબેન (નામ બદેલલ છે) જે કપડાનો ધંધો કરે છે. બે સંતાનની માતા ભારતીબેન સન-2015 નિખીલ રામજી ટાંક (ઉ.વ.૩૧.રહે.સાગર આવાસ ઍપાર્ટમેન્ટ ધોળકીયા ગાર્ડનની બાજુમાં, કતારગામ) એ પ્રેમજાળમાં ફસાવી હતી અને તારી સાથે જ લગ્ન કરવાનો છું તારા બંને સંતાનોને પણ પિતા તરીકેની જવાબદારી નિભાવવાનું કહી ભારતીબેનના માથામાં સિંદુર પુરી ગળામાં મંગળસુત્ર પહેરાવી હવે પછી આપણે બંને પતિ-પત્ની છીએ હોવાનુ કહી વિશ્વાસ કેળવી અવાર-નવાર મરજી વિરૂધ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા.

 

 

 

 

નિખીલે ભારતીને અલગથી રૂમ પણ કરી આપ્યો હતો અને ત્યાં આવીને શારીરીક સંબંધો બાંધતો હતો. નિખીલ કોઈના કોઈ બહાને ભારતી પાસેથી ટુકડે ટુકડે કરી રૂપિયા 30 હજાર પણ લીધા હતા તેમજ તેની દુકાનમાંથી કપડાની ખરીદી કરી હતી. સાત વર્ષ સુધી બંને વચ્ચે આ રીતે પ્રેમસંબંધ ચાલ્યા બાદ  એકાએક નિખીલે સંબંધ રાખવાની અને લગ્ન કરવાની ના પાડી તરછોડી દીધી હતી અને તેના પતિને જાણ કરી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ભારતીબેનની ફરિયાદ લઈ નિખીલ ટાંક સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application