Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બમરોલીમાં આવેલ મહિલા વકીલનો પ્લોટ પચાવી પડાયો

  • August 11, 2021 

બમરોલીમાં જય અંબે સોસાયટીમાં આવેલ મહિલા વકીલનો પ્લોટ બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડનાર દંપતી સહિત 8 સામે પોલીસમા ફરિયાદ નોંધાઈ હતી.

 

 

 

 

 

પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ, રૂસ્તમપુરા સીંગાપુરી વાડી મલ્ટીસ્ટોરીયેડ કોમ્પ્લેક્ષમાં રહેતા ચૈતાલીબેન તેજસકુમાર દોરીવાલા (ઉ.વ.41) વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ચૈતાલીબેનનો બમરોલી જય અંબે સોસાયટીમાં પ્લોટ આવેલો છે આ પ્લોટના કુસુબેન રમેશ રાજપુત (રહે.અપેક્ષાનગર બમરોલી રોડ), પીંકી ઉર્ફે પ્રિયાસીંગ આઝાદસિંગ, તેનો પતિ આઝાદસિંગ (રહે.જય અંબે નગર સોસાયટી,બમરોલી), અવધમણી દુઘનાથ તિવારી (રહે,અંબાનગર), હિંમતસિંહ ગણપત સિંહ વશી, હરીહર પાઠક અને કાંતીઓએ બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડ્યો હતો. આ અંગે ચૈતાલીબેનને જાણ થતા ગતરોજ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application