બારડોલીની એક સોસાયટીમાંથી 17 વર્ષીય સગીરા ગુમ થઈ જવાની ઘટનામાં અપહરણનો ગુનો નોંધાયા બાદ પોલીસે લગ્નની લાલચે ભગાડી જનાર યુવકને ઝડપી પાડી સગીરાને છોડાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીની એક સોસાયટીમાં રહેતી 17 વર્ષીય સગીરા ગત તા. 6 જુલાઈ 2021ના રોજ બ્યુટી પાર્લરમાં જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી. જે અંગે સગીરાના પિતાએ બારડોલી પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી ત્યારે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના નવસરવાડી ગામે રહેતો સંતોષ રાજુ કાળંગે લગ્નની લાલચે ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે ટેકનિકલ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી તપાસ કરતાં બંને અહમદનગર બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે સગીરાનો કબ્જો તેના માતપિતાને સોંપ્યો હતો જ્યારે આરોપી સંતોષની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500