Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાત્રી દરમિયાન ઊંઘમાં બાળકી ચોથા માળેથી નીચે પડી જતા ગંભીર ઈજાનાં કારણે મોત

  • May 10, 2022 

સુરતનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે રહેતા પર પરપ્રાંતીય પરિવારના બે બાળકોને રાત્રી દરમિયાન ગરમી લાગતા માતા બંને બાળકોને બિલ્ડિંગના ચોથે માળે આવેલી રૂમ આગળની ગેલેરીમાં સુવડાવયા હતા જોકે રાત્રી દરમિયાન ઊંઘમાં નાની 5 વર્ષીય બાળકીનું અકસ્માતે 4 માળેથી નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં બલેશ્વર ગામે મારુતિ હોટલની પાછળ આવેલ બિલાલ નગરમાં દિનેશભાઇની બિલ્ડિંગના ચોથે માળે આવેલ 38 નંબરની રૂમમાં રહેતી રીટાબેન મનોજ હરિલાલ યાદવ (ઉ.વ.38, મૂળ.હાજમગઢ) જેઓ તેના બે સંતાનો 9 વર્સીય મોટો પુત્ર શિવમ અને  5 વર્ષીય નાની બાળકી અંજલિ સાથે રહી પલસાણાની જે.પી.કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવતી હતી.



જોકે પરણીતાનો પતિ અસ્થિર મગજનો હોવાથી પરણીતા એકલી અહીં બાળકો સાથે રહેતી હોવાનું જણાય આવ્યું હતું. જયારે ગત રવિવારના રોજ રાત્રી દરમિયાન પોતાના બંને બાળકોને ગરમી લાગતી હોવાથી બંને બાળકોને રૂમની બહારની ગેલેરીમાં સુવડાવ્યા હતા અને પોતે રૂમનો દરવાજો ખુલ્લો મૂકી રૂમમાં સૂતી હતી રાત્રી દરમિયાન નાની દીકરી અંજલિ એકાએક ઊંઘમાં નીચે પટકાય ગઈ હતી જેથી રાત્રીના 12 વાગ્યાના અરસામાં પોતાના બાળકોને ગેલેરી માંથી રૂમની અંદર લેવા માટે માતા બહાર ગઈ તો બે બાળકો પૈકી મોટો દીકરો શિવમ જ સૂતેલો મળી આવ્યો હતો.



માતાએ આમતેમ શોધખોળ કરતા અંજલિ બિલ્ડિંગના નીચેના ભાગે લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. આમ, માતાએ તરત દીકરીને સારવાર માટે પલસાણા આરોગ્ય કેન્દ્ર પર લઈ જતા ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. ઘટના અંગે બાળકીની માતાએ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application