Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પિતા-પુત્રએ 53 લાખના કાપડનો માલ ખરીદ્યા બાદ દુકાન બંધ કરી રફુચક્કર

  • August 26, 2021 

સુરત રિંગરોડ જશ માર્કેટના વેપારી પાસેથી સલાબતપુરા કુંદન હાઉસમાં અલમાસ ટેક્ષટાઈલના વહીવટકર્તા ચશ્માવાલા પિતા-પુત્રએ અલગ-અલગ ચલણ બીલથી કુલ રૂપિયા 53 લાખનો કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી હાથ ટાટીયા તોડી જાનથી મારી નાંખવાની ધમકી આપી દુકાન બંધ કરી ઉઠમણું કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વરાછા રોડ ખાંડ બજાર રેલ્વે પોલીસ લાઈનની પાછળ સંતોકબા સોસાયટીમાં રહેતા વિપુલ મનુસખભાઈ ભાદાણી (ઉ.વ.44) રિંગરોડ જશ ટેક્ષટાઈલ માર્કેટમાં દયારામ સિલ્ક મીલ્સ પ્રા.લી.ના નામથી કાપડનો ધંધો કરે છે. વિપુલભાઈ પાસેથી સલાબતપુરા કુંદન હાઉસમાં અલમાસ ટેક્ષટાઈલના વહીવટકર્તા આસીફ ચશ્માવાલા (મેમણ) અને તેનો પુત્ર અરબાઝ આસીફ ચશ્માવાલાએ ગત તા.9 એપ્રિલ 2014 થી 21 ફેબ્રુઆરી 2015 સુધીમાં અલગ-અલગ બીલ ચલણથી રૂપિયા 27,84,922/-નો અને ભાદાણી ટેક્ષમાંથી ગત તા.11 ડિસેમ્બર 2014 થી 28 ફેબ્રુઆરી 2015 સુધીમાં રૂપિયા 25,18,130/- મળી કુલ રૂપિયા 53,03,052/-નો કાપડનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ મર્યાદામાં ચશ્માવાલા પિતા-પુત્રએ પેમેન્ટ નહી ચુકવતા વિપુલભાઈએ પેમેન્ટની ઉઘરાણી કરતા હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી પેમેન્ટ નહી ચુકવી દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે વિપુલભાઈની ફરિયાદ લઈ ચશ્માવાલા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application