નર્મદ યુનિવર્સિટી હવે કોપોરેટ કલ્ચર તરફ આગળ વધી રહી છે. કેમ્પસના પરીક્ષા વિભાગની કામગીરી બે શિફટમાં સવારે 7 થી 3 અને બીજી પાળી સવારે 11 થી સાંજે 7 વાગ્યા સુધી કરી દેવાઇ છે. આ વિભાગમાં 80 ટકા મહિલા કર્મચારીઓ હોવાથી વિરોધ થતા કુલપતિએ મહિલા કર્મચારીઓને બે શિફટમાં જેમાં સરળતા રહે તે મુજબ કરી આપવા સુચના આપી છે.
નર્મદ યુનિવર્સિટીને વર્ષો પછી દક્ષિણ ગુજરાતના કુલપતિ ડૉ.કે.એન.ચાવડા મળ્યા હોવાથી તેમણે યુનિવર્સિટી કેમ્પસમાં શિફટ મુજબ કામગારી કરવાની વાતો કરી હતી. અને તેના પર અમલવારી શરૃ કરી દેતા જ તાજેતરમાં પરીક્ષા વિભાગમાં 11 માસ કરાર આધારિત ફરજ બજાવતા વહીવટી કર્મચારીઓને શીફટ પ્રમાણે હાજર રહેવાનો આદેશ કરાયો છે. જેમાં સવારે 7 થી 3 અને 11 થી સાંજે 7 સુધી કામગીરી કરવાનો ઇન્ચાર્જ રજિસ્ટ્રારે હુકમ કરતા વિરોધ શરૃ થયો છે.
પરીક્ષા વિભાગના કર્મચારીઓએ આ આદેશનો વિરોધ કરતા રજુઆત કરી હતી કે પરીક્ષા વિભાગમાં 80 ટકા મહિલા કર્મચારીઓ છે. અમો છેલ્લા 15 વર્ષથી નોકરી કરીએ છીએ. અમો સવારે 10.30 થી સાંજે 6.10 કલાક સુધી ફરજ બજાવીએ છીએ. આ ઓર્ડરના કારણે મહિલા કર્મચારીઓને સવારે અને સાંજે ઘરે જવાની તકલીફો પડશે. આ સાથે જ કુલપતિને પણ રજુઆત કરતા તેમણે પરીક્ષા વિભાગના હેડ ને સુચના આપી હતી કે બે શિફટમાં કામ કરતી મહિલા કર્મચારીઓમાંથી જેમને પણ સમયમાં ફેરફાર કરવો હોય તો કરી આપવાની સુચના આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500