સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં સિયાલજ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર-48 પર આવેલ તુલસી હોટેલના પાર્કિંગમાંથી પ્રોહિબિશન અને જુગારની સ્પેશ્યલ ડ્રાઇવ ટીમ દ્વારા બાતમીના આધારે એક ટેમ્પોમાંથી પરપ્રાંત બનાવટની વિદેશી દારૂની 234 પેટીમાં 10.60 લાખ રૂપિયાનો વિદેશી દારૂ સાથે ટેમ્પોનાં ડ્રાઇવરની ધરપકડ કરતાં સ્થાનિક પોલીસમાં ફફડાટ ફેલાય ગયો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત રેન્જના ડીજીપીએ રાજ્ય પોલીસ વડાની પ્રોહિબિશન ડ્રાય દરમ્યાન સ્પેશ્યલ ટીમ બનાવી હતી. આ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, સુરતના માંગરોળ તાલુકાનાં કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સિયાલજ ગામની હદમાં તુલસી હોટલના પાર્કિંગમાં એક ટેમ્પોમાં પરપ્રાંત બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો છે અને આ ટેમ્પો ભરુચ તરફ જવાનો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી એક ટેમ્પોના ચાલક લાલસિંહ નમ્બુ ડામોર (ઉ.વ.30) નાને ઝડપી પાડી ટેમ્પોમાં તપાસ કરતાં લાઇમસ્ટોન પાવડરની બોગસ બિલટી બનાવી આ પાવડરની દસ બેગની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું. તપાસ કરતાં 234 બોક્સમાં 7680 નંગ બોટલો મળી આવી હતી જેની કિમત રૂપિયા 10.60 લાખ તેમજ 8 લાખનો ટેમ્પો મળી રૂપિયા 18,63,000/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર નિલેષ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500