Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાહન ચાલકે શખ્સને અડફેટે લેતાં મોત, પોલીસે વાલીવારસની શોધખોળ હાથ ધરી

  • May 13, 2022 

સુરતનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં નેશાલ હાઈવે ઉપર રોડ ક્રોસ કરી રહેલ એક અજાણ્યા શખ્સને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ એક અજાણ્યો પુરુષ પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં રીલીફ હોટલની પાસે નેશનલ હાઈવે નંબર-48 ઉપર રોડ ક્રોસ કરી રહયો હતો.



તે સમયે પૂરઝડપે હંકારી આવેલ કોઈ અજાણ્યો વાહન આ શખ્સને અડફેટે લઈ ભાગી છૂટ્યો હતો. સર્જાયેલા અકસ્માતમાં આ યુવાનનુ ગંભીર ઇજાના કારણે મોત નીપજયું હતું. આ અજાણ્યા શખ્સની  40 થી 50 વર્ષની ઉંમર જણાય આવી છે તેમજ તેણે શરીરે ટૂંકી બાયની સફેદ કલરની ટી-શર્ટ તથા લાલ કલરનું પેન્ટ પહેરેલ છે. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ કબ્જે કરી આ શખ્સના વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application