Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : નવી સિવિલનાં ડ્રાઇવરે 3 માસની સારવાર અને 45 દિવસ વેન્ટિલેટર પર રહીને આખરે કોરોનાને મ્હાત આપી

  • August 02, 2021 

નવસારીના ચીખલી ખાતે સુરખાઇ ગામે રહેતા 46 વર્ષના શૈલેષભાઈ સુમનભાઈ પટેલ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. બીજી લહેરમાં તે સિવિલની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને એમ્બ્યુલન્સમાં કેમ્પસની બિલ્ડિંગમાં ટ્રાન્સફર કરતા હતા. દરમિયાન ગત તારીખ 1મેના રોજ કોરોનાના લક્ષણ દેખાતા નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. તેમની તબિયત લથડતા ઓકિસજન પર અને બાદમાં વધુ તબિયત બગડતા વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. જયાં ડૉ.અશ્વિન વસાવા અને તેમની ટીમની રાત-દિવસની મહેનતના કારણે તેમની તબિયતમાં સુધારો આવ્યો હતો.

 

 

 

 

આખરે 3 માસની સારવાર દરમિયાન તેમને 45 દિવસ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. બાદમાં તેમની તબિયતમાં સુધારો આવતા કોવિડ હોસ્પિટલમાંથી 20 દિવસ પહેલા સિવિલની જૂની બિલ્ડિંગમાં શિફ્ટ કર્યા હતા અને ત્યાંથી રવિવારે રજા આપાઇ હતી.

 

 

 

 

શૈલેષભાઇએ કહ્યું કે, કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વારા ફરતી 30થી વધુ વ્યક્તિ મોતને ભેટતા જોઈને હેબતાઈ ગયા હતા. ઘણીવાર જમાવાના સમયે વોર્ડમાં દર્દીનું મોત થતુ તો જમી પણ શકતો ન હતો. કોવિડ હોસ્પિટલમાંથી મૃતદેહ બહાર નીકળતો ત્યારે પરિવારજનો તરત તે મૃતદેહ જોતા કે, તે મૃતદેહ તેમના કોઇનો તો નથી ને?  જોકે સિવિલના ડૉ.અશ્વિનભાઇ વસાવા અને આર.એમ.ઓ કેતન નાયકે હિંમત આપતા હું જલ્દી સ્વસ્થ થઇ ગયો છુ. હાલમાં પણ મને એક લીટર ઓક્સિજન આપવામાં આવે છે. સિવિલ તંત્ર દ્વારા ઓક્સિજન જનરેટ મશીન આપવામાં આવ્યુ છે. જેનાથી જલ્દી સાજા થઇને કામ પર પરત જોડાવાનો ઉત્સાહ તેમણે બતાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application