ઓલપાડના મોરટુંડા ગામમાં રહેતો વનરાજ હસમુખ પટેલ (ઉ.વ.21) કારમાં સેલ બરાબર લાગતો ન હોવાથી ગત તા.15ના સાંજે સુરત ખાતે કાર રિપેરીંગ કરીને ઘરે પરત જતો હતો. તે સમય દરમિયાન દાંડી રોડ પર કુંકણી ગામના બસ સ્ટેન્ડ નજીક ટ્રક ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકને ઇજા થતા સારવાર માટે 108ની મદદથી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોકટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application