Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર ચાલકે બાઈકને ટક્કર મારતા યુવકનું મોત

  • July 16, 2021 

પલસાણા તાલુકાનાં એના ગામનો યુવક પોતાની મોટરસાઇકલ પર વાગદતા ને લઈ પલસાણા મુકવા ગયો હતો પરત ફરતી વખતે કણાવ ગામના પાટિયા નજીક બેફામ વેગેનાર કાર ચાલકે મોટરસાઇકલને પાછળથી ટક્કર કરતાં મોટરસાઇકલ સવાર યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એના ગામે નવી ગિરનાર ફળિયામાં પાણીની ટાંકી નજીક રહેતા અજયકુમાર કાલિદાસ રાઠોડ (ઉ.વ.25)ની સગાઈ બે મહિના અગાઉ થઈ હતી. વાગદતા અજયના ઘરે આવતા રાત્રીના સમયે પલ્સર મોટરસાઇકલ જીજે/19/બીસી/9779 લઈ પોતાની વાગ્દતાને પલસાણા ખાતે મુકવા માટે ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે પલસાણા બારડોલી રોડ પર કણાવ ગામના પાટિયા નજીક અજયની મોટરસાઇકલને પાછળથી પુરઝડપે આવતી વેગેનાર કારે  જીજે/16/સીએન/6892 ધડાકાભેર ટક્કર મારતા મોટરસાઇકલ સહિત કાર પણ રોડની બાજુના ખાડામાં ખાબકી જતા મોટરસાઇકલના ચાલકને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતા તત્કાલિક 108 મારફતે સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન અજયનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પલસાણા પોલિસ મથકે કારચાલક વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application