સુરત જીલ્લાના ઓલપાડ તાલુકામાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કીમ ગામમાં રવિવારના રોજ સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગ્રામ પંચાયત, વેપારીઓ આગેવાનો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. રવિવારના રોજ આવશ્યક ચીજ-વસ્તુ સીવાય તમામ દુકાન માર્કેટ બંધ રહેશે. લોકો જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળે તથા જ્યાં વધુ પડતા કોરોનાના કેસો છે એવા વિસ્તારમાં રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર ન નીકળવા જણાવવામાં આવ્યું છે અને બિનજરૂરી હરવા-ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application