સુરતના મગદલ્લા ખાતે જહાજમાં સીડી ઉતરતી વખતે દરિયાના પાણીમાં પડી જવાથી ડુબી ગયેલા આધેડનું મોત નીંપજયુ હતુ. નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, પોરબંદરમાં રહેતા દેવશી ખીમભાઇ વાઝા (ઉ.વ.51) જે જહાજમાં કેઇન ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા અને ગત તા.28ના રોજ મોડી રાતે મગદલ્લા પોર્ટ નજીક જહાજમાં સીડી ઉપરથી નીચે ઉતરતા હતા. તે સમયે તે અચાનક સીડી પરથી નીચે દરિયાના પાણીમાં પડયા હતા જેથી સાથી કર્મચારીએ તરત દરિયા જઇને તેમને શોધખોળ હાથ ધરતા થોડા સમય બાદ તે મળી આવતા બહાર કાઢ્યા હતા. બાદમાં તેમને તરત સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે હજીરા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application