Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કંપાઉન્ડમાં રમી રહેલા બાળકને ટેમ્પો ચાલકે અડફેટે લેતા બાળકનું મોત

  • October 29, 2021 

સુરતના કામરેજ ગામે પાઈગા ફળિયામાં કડિયા કામ કરતાં દાહોદનો એક પરિવાર સાથે રહેતો હતો. જયારે ગત તા.27મીના રોજ યુવક કામ કરી રહ્યો હતો તે સમયે બાળક કમ્પાઉન્ડમાં રમી રહ્યો હતો. તે દરમિયાન સિમેન્ટ ભરેલો ટેમ્પોના ચાલકે બાળકને કચડી નાખતા બાળકનું કરુણ મોત નીપજ્યું હતું.

 

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દાહોદના મનિષભાઇ કલસિંગભાઇ ડીડોર (ઉ.વ.22) બારેક દિવસ પહેલા પત્નિ અને એક વર્ષનો બાળક સિદ્ધરાજ તથા સબંધીઓ સાથે કામરેજ ગામ પાઇગાં ફળીયામાં બિપીનભાઇ પટેલનાં ઘરે કડીયા કામની મજૂરી કામે આવ્યા હતા અને કમ્પાઉન્ડમાં જ રહેતા હતા. જયારે ગત તા.27ના રોજ બપોરે સાડા ત્રણ વાગે એક ટાટા ઝેનોન ટેમ્પો નંબર જીજે/14/ડબ્લ્યુ/3362નો ચાલક સિમેન્ટ ભરીને કમ્પાઉન્ડમાં આવ્યો હતો. તે સમયે મનીષ ડીડોરનો એક વર્ષનો છોકરો સિદ્ધરાજ ત્યાં જ રમતો હતો અને ટેમ્પો ચાલકે રીવર્સમાંથી ટેમ્પો આગળ લેતા કંપાઉન્ડમાં રમી રહેલા બાળકને અડફટે લઇ તેનાં પરથી ફેરવી દેતા કામ કરતા મનિષભાઇ અને મજૂરો દોડી આવ્યા હતાં અને બાળકને કામરેજ સરકારી દવાખાને લઇ ગયા હતા. જ્યાં ફરજ પરનાં ડોકટરે બાળકને મૃત જાહેર કયો હતો. જોકે આ અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ટેમ્પો મુકી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે મનીષ ડીડોરે ટેમ્પોનાં ચાલક વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application