સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ઘલા ગામે નજીવી બાબતે બે ખેડૂતો વચ્ચે મારામારી થઈ હતી. ખેતરમાં આવેલ રસ્તા બાબતે મારી મારી થતાં એક યુવકે ખેડૂત અને તેના પિતાને લાકડીના સપાટા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલ શ્રીગણેશ રો હાઉસમાં રહેતા કૌશલભાઈ ધનજીભાઈ ચોપડા કે જે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કામરેજ તાલુકાનાં ઘલા ગામની સીમમાં બ્લોક નંબર-599 તથા 612 વાળી જમીન આવેલ છે જેમાં તેમણે શેરડીનું વાવેતર કરેલ છે. તેમના ખેતરની બાજુમાં ઘલા ગામના ખેડૂત કિશોરભાઈ ઈશ્વરભાઈ માછીનું ખેતર આવેલ છે. ગત 3 જુલાઇના રોજ કૌશલભાઈ તથા તેમના પિતા ધનજીભાઈ નાઓ ઘલા ગામે આવેલ ખેતરે ગયા હતા.
ત્યારે સાંજના સમયે પાડોશી ખેડૂત કિશોરભાઈએ જણાવ્યુ હતું કે, તમે કેમ બોરડીના થડને કાપીને મુકેલ છે રસ્તામાંથી આવતા જતાં વાહનો મારા ખેતરને અડીને જાય છે તેમ કહી કૌશલભાઈ તથા તેના પિતાને અપશબ્દો બોલતા હોય જેથી અપશબ્દો બોલવાની ના પાડતા કિશોરભાઈ એકદમ ઉશેકરાઈ ગયા હતા અને તેમના હાથમાં રહેલ લાકડી વડે તેમજ ઢીક મુક્કીનો માર કૌશલભાઈ તેના પિતાને માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500