Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારના એન્જીનના ભાગે આગ લાગતા લોકોમાં મચી દોડધામ

  • August 13, 2021 

સુરત શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ પાસે સાંજે કારના આગળના ભાગે આગ ભડકી ઉઠતા રસ્તા પર દોડધામ મચી ગઈ હતી.

 

 

 

 

 

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મજૂરાગેટ ખાતે આવેલી હીરાની ઓફિસમાં કામ કરીને હડીયા ગુણાભાઈ સાંજે કાર લઈને ઘરે જવા માટે નીકળયા હતા. તે સમયે રિંગરોડ પર આવેલી ખાનગી હોસ્પિટલ પાસે એક કારમા એન્જીનના ભાગે આગ ભડકી ઉઠી હતી જેના લીધે ત્યાંથી પસાર થતાં અને ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જેથી ચાલકે કાર ઊભી રાખી તરત નીચે ઉતરી ગયો હતો. જેથી તેનો આબાદ બચાવ થયો હતો. બનાવ અંગે જાણ થતા ફાયર વિભાગના કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, આગ કાબુમાં આવતા ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application