ઉન રોડ પર બુધવારે રાત્રે બાઈક ચાલકે વૃદ્ધને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા થતા યુવાન બાઈક ચાલક અને વૃદ્ધનું મોત નીપજ્યું હતું. નવી સિવિલથી પાસેથી મળતી માહિતી અનુસાર, ઉન પાટીયા ખાતે જલારામ નગરમાં રહેતો 20 વર્ષીય મોહમ્મદ રિઝવાન મકરાણી બુધવારે રાત્રે પાંડેસરાના ગોલ્ડન આવાસમાં રહેતા મિત્રને મૂકીને બાઈક પર ઘરે જવા નીકળ્યો હતો. તે સમયે ઉન નાકા ગોલ્ડન આવાસ બીઆરટીએસ સ્ટેશન પાસેથી પસાર થતા યુસુફ અમીર સૈયદ (ઉ.વ.66, રહે કિસ્મત નગર,લાજપોર,સચિન) નાને બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં બંનેને ગંભીર ઈજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. નોંધનીય છે કે, યુસુફ સૈયદને સંતાનમાં બે પુત્રી અને પુત્ર છે. તે ઉન વિસ્તાર બીઆરટીએસ સ્ટેશન પર વોચમેન તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે રિઝવવાનો એક ભાઈ અને બે બહેન છે. તે ટેમ્પો ચલાવી પારિવારને મદદરૂપ થતો હતો. બનાવ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500