સુરતના ખટોદરા ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ.સોસાયટીમાં આવેલ રૂદ્રાશ ફેશનના માલીક પાસેથી પૈસા કઢાવવા માટે તેના કારીગરનું વેપારીએ સાગરીતો સાથે કારમાં અપહરણ કરી આંજણા ફાર્મ ખાતે આવેલી ઓફિસમાં ગોંધી રાખી લાકડાના તેમજ બેઝબોલના ફટકાથી ઢોર મારમાર્યો હતો. જોકે, કારીગરના અપહરણ અંગેની જાણ સહ કારીગરે પોલીસને કરતા અપહરણકર્તાઓએ તેને ઓફિસ પાસે ઉતારી ભાગી ગયા હતા.
બનાવ અંગે પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ, ઉધના હરિનગર-૩ બીઆરસી મંદિર સામે રાજેશ્વર પ્લાઝામાં રહેતા હાર્દિક રમેશભાઈ રાઠોડ (ઉ.વ.19) ખટોદરા ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ.સોસાયટી અરિંહત સેલ્સની પાછળ રૂદ્રાશ ફેશનમાં બે વર્ષથી નોકરી કરે છે. હાર્દિક ગત તા.૧૮મીના રોજ સવારે ઓફિસમાં હતો. તે સમયે શિવ ટેક્ષના કર્તાહતા હસમુખ કાકડીયા સાતેક સાગરીતો સાથે ઓફિસમાં આવ્યા હતા અને હાર્દિકને તારો શેઠ રાજેન્દ્રભાઈ ક્યાં છે ફટાફટ બોલાવ હોવાનુ ગાળાગાળી કરી તમાચો માર્યો હતો અને બોલાવ તારા શેઠને જ્યાં સુધી તારો શેઠ આવશે નહી ત્યાં સુધી અમે જવાના નથી હાર્દિકને બળજબરી પુર્વક અર્ટિકા ગાડીમાં અપહરણ કરી તેની આંજણા ફાર્મ ખાતે આવેલ ખાતામા લઈ ગયા હતા. ત્યાં લાકડાના અને બેઝબોલના ફટકાથી ઢોર મારમાર્યો હતો. તેમજ જ્યાં સુધી તારો શેઠ નહી આવે ત્યાં સુધી તને છોડીશું નહી અને શેઠ નહી આવે તો તારે જાનથી હાથ ધોવા પડશે હોવાની ધમકી આપી કોરા કાગળ ઉપર તારા શેઠ એટલે રાજેન્દ્રભાઈએ જાણી જાઈને ચેક રિટર્ન કરાવ્યા છે અને હું મારી મરજીથી સાથે આવ્યો છે કોઈ દબાણ નથી હોવાનું લખાણ લખાવી તેના ઉપર અંગુઠાનો નિશાન લીધો હતો.
દરમિયાન હાર્દિક સાથે ઓફિસમાં કામ કરતા આદર્શ નામના કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં જઈ બનાવ અંગેની જાણ કરતા પોલીસે હાર્દિકના મોબાઈલ ઉપર ફોન કરી તમો ક્યાં છો લોકેશન જણાવો પોલીસની ગાડી લેવા આવે છે હોવાનુ કહેતા આ સાંભળી પોલીસ ફરિયાદ કરી તો જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપી બાઈક પર તેની ઓફિસ પાસે ઉતારી નાસી ગયા હતા. ત્યારબાદ હાર્દિકે તેના શેઠને વોટ્સ ઉપર કોલ કરી જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે હાર્દિકની ફરિયાદ લઈ હસમુખ કાકડીયા તેમજ અન્ય સાત અજાણ્યાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500