Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જનરલ ર્સ્ટોસમાંથી કારીગરે રૂપિયા 1.63 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર

  • August 21, 2021 

સુરતના ઈચ્છાપોર બસ સ્ટેન્ડ પાસે આવેલ ગ્રાઉન્ડ પ્લસ બે માળના કલ્પતરુ જનરલ સ્ટોરમાં પાંચ વર્ષથી કાઉન્ટર અને બીલીંગનું કામ કરતો કારીગર રજા પરથી સેઠની જાણ બહાર બારોબાર ગ્રાહકોની ભીંડમાં સ્ટોર  ઘુસી અગાસી ઉપર સંતાય ગયો હતો અને રાત્રે સ્ટોર બંધ થતા અગાઉ પરથી ગ્રાઉન્ડ ફ્લોરમાં આવી કાઉન્ટર પાસેના સીસી કેમેરા બંધ કરી રોકડા 80 હજાર અને 7 મોબાઈલ મળી કુલ રૂપીયા 1.63 લાખની ચોરી કરી નાસી ગયો હતો.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અડાજણ પાલ ગેલેક્ષી સર્કલ પાસે મહાવીર ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા પુખરાજ ગણેશમલ જૈન (ઉ.વ.52) ઈચ્છાપોર ગામ બસ સ્ટેન્ડ સામે વિષ્ણુનગર સોસાયટીમાં ગ્રાઉન્ડ વત્તા બે માળની કલ્પતરુ જનરલ સ્ટોર નામની દુકાન ધરાવે છે.  આ દુકાનમાં અનાજ કરીયાણાની તમામ જીવન જરૂરીયાત ચીજવસ્તુ તેમજ મોબાઈલ ફોન, મોબાઈલની એસેસરીઝનુ પણ વેચાણ કરવામાં આવે છે અને દુકાનમાં સાત જેટલા કારીગર છે, તેઓ સોસાયટીમાં જ આવેલા દુકાનના ગોડાઉનમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, શ્રમવણકુમાર તેતરવાલ નામનો કારીગર છેલ્લા ચાર પાંચ વર્થથી નોકરી કરે છે અને તે કેશ કાઉન્ટર અને બીલીંગનું કામ સંભાળે છે. કારીગરોને રહેવા માટે વિષ્ણુનગર સોસાયટીમાં આવેલ ગોડાઉનમાં રહે છે. શ્રમવણકુમાર ગત તા.9મીના રોજ તેના વતન રાજસ્થાન ખાતે મામાનું અવસાન થતા પાંચ દિવસની રજા લઈને ગયો હતો. ગત તા.17મીના રોજ દુકાન માલીક પુખરાજ જૈનએ દિવસ દરમિયાન થયેલા વકરાની રકતમાંથી રૂપિયા 80 હજાર બીજા દિવસે માલ ખરીદવા માટે પાર્કિટમાં મુકી ડ્રોવરમાં મુકી દુકાન બંધ કરી હતી.

 

 

 

 

 

બીજા દિવસે પેખરાજે દુકાન ખોલી સાફ સફાઈ કરી કાઉન્ટરના ડ્રોવર ચેક કરતા પૈસા મુકેલ પાકીટ અને વીવો અને ઓપો કંપનીના સાત મોબાઈલ પણ ગાયબ હતા. દુકાનમાંથી રાત્રી દરમિયાન કોઈ અજાણ્યો રોકડા 80 હજાર અને સાત મોબાઈલના રૂપિયા 83,621/- મળી કુલ રૂપિયા 1,63,621/-નો હાથફેરો કર્યો હોવાનુ બહાર આવતા સીસીકેમેરા ચેક કરતા પહેલા અને બીજા માળે દાદરના ભાગમાં કેમેરાં જોતા શ્રવણકુમાર અગાસી ઉપર જતો દેખાયો હતો અને દુકાન બંધ કર્યા પછી રાત્રે સાડા નવેક વાગ્યે અગાસી ઉપરથી આવી બેગ લઈને ગ્રાઉન્ડ ફ્લોરમાં આવી બેસવાનના કાઉન્ટરના સીસીચીવી કેમેરાની પીન કાઢી કેમેરા બંધ કરી દીધા હતા. પછી બીજા કેમેરામાં શ્રવણકુમાર ગોડાઉનમાંથી લાલ ટી-શર્ટ પહેરીને આવી ચોરી કરી નાસી ગયો હોવાનુ બહાર આવ્યું હતુ. પોખરાજે તેના અન્ય કારીગરો સાથે શ્રવણકુમાર તેતરવાલની શોધખોળ કરવા છતાંયે કોઈ ભાળ નહી મળતા આખરે ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે શ્રવણકુમાર પ્રેમારામ તેતરવાલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application