ભરૂચ જિલ્લા પોલીસ અને સુરત જિલ્લા પોલીસ સયુંકત રીતે મળી લુંટ અને મર્ડર કેસનો ફરાર આરોપીને શોધવાની કામગીરી કરી રહ્યા હતા તે સમયે મળેલ બાતમીનાં આધારે, માંગરોળ તાલુકાના કોઠવા ગામના પાટિયા પાસે આરોપી ઉભો છે અને સેલવાસ તરફ જઈ રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી તેની અંગજડતી કરતા તેની પાસેથી 5.81 લાખ રૂપિયા મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે રૂપિયા બાબતે તેને તપાસ કરતાં તેને દહેજ રોડ ઉપર ડ્રાઇવર મુકેશ યાદવની હત્યા કરી તેના કબ્જાનો પાઉડર ભરેલું ટેન્કરની લૂંટ ચલાવી હોવાનું કબુલાત કરી હતી.
જયારે આ પાઉડર તેને અનિલભાઈ નામના ઈસમને સસ્તામાં વેચાણથી આપી દીધો હતો અને તે જ આ 5 પાંચ લાખ રૂપિયા હોવાનું તેમણે કબૂલ્યું હતું. આમ, માલ ખરીદનાર અનિલભાઈ તેમને કઠવા ગામ નજીક ઉતારી મૂક્યા હતા જેથી આ ઈસમોની સાથે રાખીને પોલીસે તપાસ કરતા પોલીસને 31 ટન પાઉડરનો જથ્થો પણ પોલીસને મળી આવ્યો હતો 31 ટન પાવડરની રિકવરી કરી આરોપીઓ પાસેથી મળેલા રોકડા રૂપિયા મોબાઈલ મળી કુલ રૂપિયા 30.57 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application