Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કડોદરામાં દારૂના ગુનાનો વોન્ડેટ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

  • June 24, 2021 

સુરત જિલ્લાના કડોદરા ખાતે ક્રિષ્નાનગરમાં હનુમંત પેલેસના ભોય તળિયામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે ગુનામાં પોલીસે એક વ્યક્તિને વોંટેડ જાહેર કર્યો હતો. જે શખ્સને સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમે કડોદરા મોદી હોસ્પિટલ નજીકથી દબોચી લીધો હતો.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ત્રણેક મહિના અગાઉ કડોદરા ક્રિષ્ના નગર ખાતે આવેલ હનુમંત પેલેસના ભોય તળિયામાંથી પોલીસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ અશોક કલાલને પોલીસે વોંટેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમને બાતમી મળતા તેમણે કડોદરા મોદી હોસ્પિટલ નજીક વોચ ગોઠવી હતી.

 

 

 

 

તે દરમિયાન બાતમી મુજબનો શખ્સ આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં તેનું નામ અશોક મિસરીલાલ કલાલ (રહે.કડોદરા ક્રિષ્નાનગર, હનુમંત પેલેસ,તા-પલસાણા) નાને હોવાનું જણાવ્યુ હતું અને તેણે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતાં પોલીસે તેનો કબ્જો કડોદરા પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application