સુરત જિલ્લાના વાવ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર ટ્રકનું ટાયર બદલી રહેલ ચાલક અને તેના સાથી મિત્રને બાઇક ઉપર આવેલ 3 શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરી ખૂનની કોશિશ કરી આ બંને વ્યક્તિ પાસેથી પૈસાની લૂટ ચલાવી હતી જે ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો કામરેજ પોલીસને સોંપ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત તા.21/07/2021ના રોજ 6 વાગ્યાના સુમારે કામરેજ તાલુકાનાં વાવ ગામની સીમમાં આવેલ જીઇબી સબ સ્ટેશનની સામે મુંબઇથી અમદાવાદ જતાં નેશનલ હાઈવે નંબર-48 ઉપરથી પસાર થઈ રહેલ સુનિલ દયારામ નિશાદ તથા તેમનો મિત્ર શાલિકરામ સાથે તેઓ ટ્રકનું ટાયર બદલી રહ્યા હતા.
તે સમયે એક બાઇક ઉપર આવેલ અફઝલ કલ્લુ ખાન તથા કૃણાલ રાજેશ દેશમુખ અને રાણા ઉર્ફે પાજી નાઓએ શાલિકરામને પેટના ભાગે ચપ્પુ મારી તેની પાસેથી પૈસાની લૂટ ચલાવી ભાગી છૂટ્યા હતા. આ ગુનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ મનદીપસિંગ ઉર્ફે પાજી હરચંદસિંગ જાટ (રહે.સાનેવાલગાવ,તા.લુધિયાણા,પંજાબ/હાલ રહે.મહાવીર કોમ્પ્લેક્ષ,કીમચાર રસ્તા, તા.માંગરોળ) નાને વોન્ડેટ જાહેર કર્યો હતો. ત્યારબાદ સુરત જિલ્લા એસઓજી પોલીસને બાતમી મળતા તેમને બાતમીના આધારે મનદીપસિંગ જાટને ઝડપી પાડ્યો હતો અને તેને ગુનાને કબુલ કરતાં પોલીસે તેનો કબ્જો કામરેજ પોલીસને સોંપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500