Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસને ધક્કો મારી ભાગી છુટેલો ગેંગરેપનો આરોપી મોડી રાત્રે સાયણથી ઝડપાયો

  • August 11, 2021 

14 વર્ષીય અસ્થિર મગજની સગીરાનુ અપહરણ કરી ગેંગરેપ કરવાના કેસમાં પકડાયેલા આરોપી રામચંદ્ર પ્રધાનને સોમવારે બપોરે કોર્ટમાં લઈ જવા માટે લોકઅપમાંથી બહાર કાઢતા જમાદારને ધક્કો મારી ભાગી છુટ્યો હતો. ભાગી ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તેની શોધખોળ શરૂ કરી હતી જેમાં આખરે આરોપીને સાયણમાં આવેલા કારખાનામાંથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

 

 

 

 

 

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, વડોદ ગામમાં દાદા-દાદી સાથે રહેતી અને ગત તા.19મીના રોજ ગુમ થયેલા 14 વર્ષીય અસ્થિર મગજની સગીરા બે ત્રણ દિવસ પહેલા ભરુચથી મળી આવી હતી. સગીરા સાથે ગેંગરેપ થયો હોવાનું બહાર આવતા પોલીસ દોડતી થઈ હતી. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી પાંડેસરા અમુતનગરમાં રહેતા ત્રણ સગીરની ધરપકડ કરી હતી અને રવિવારે રામચંદ્ર ઉર્ફે રામુ કાલુચરણ પ્રધાન (ઉ.વ.28)ની ધરપકડ કરી હતી અને સોમવારે બપોરે રામચંદ્રને કોર્ટમાં લઈ જવા માટે લોકઅપમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પોલીસવાન સુધી લઈ જતી વખતે રામચંદ્રએ સર્વલન્સ સ્ટાફના જમાદાર નરસિંહને ધક્કો મારી ભાગી છુટ્યો હતો. ગેંગરેપનો આરોપી ભાગી જતા પોલીસ દોડતી થઈ હતી અને રામચંદ્રને ઝડપી પાડવા માટે સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોડીરાત્રે ઓલપાડના સાયણમાં આવેલા કારખાનામાંથી ઝડપી ખુબજ પ્રસંશનીય કામરીગી કરી હતી.

 

 

 

 

 

15 ટીમો અને 100 પોલીસ કર્મચારીઓની જહેમત

ભરબપોરે પોલીસ કર્મચારીને ધક્કો મારીને એક પછી એક દિવાલો કુદીને નાસી છૂટેલા પોસ્કો અને બળાત્કાર જેવા ગંભીર ગુન્હાના આરોપી એવા રામચંદ્રને ઝડપી પાડવા માટે પાંડેસરા સહિત અન્ય પોલીસ મથકની ટીમો પણ દોડતી થઇ ગઇ હતી. ઘટનાને પગલે તાત્કાલિક 15 જેટલી ટીમો આરોપીને ઝડપી પાડવા માટે સક્રિય કરી દેવામાં આવી હતી. જેમાં 100થી વધુ પોલીસ કર્મચારીઓ હતા. 

 

 

 

 

આ સંદર્ભે વધુ માહિતી આપતાં પાંડેસરા પોલીસ મથકના પીઆઇએ જણાવ્યું હતું કે, આરોપી પાંડેસરાથી ભાગીને અલથાણ ખાડી અને ત્યાંથી ચાલતા-ચાલતા ઉધના દરવાજા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ રિક્ષા કરીને તે સાયણ નાસી છૂટ્યો હતો. જ્યાં તે એક ફેક્ટ્રીમાં સંતાયો હતો. આ સંદર્ભે બાતમી મળતાં મોડી રાત્રે બે વાગ્યે એક ટીમ સાયણ દોડી ગઇ હતી અને આરોપીને ફેકટરીમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application